BSE સેન્સેક્સ 183 પોઇન્ટ અને નિફ્ટી50 126 પોઇન્ટ ઘટ્યા
સેક્ટોરલ ડાઇવર્જન્સના લીધે વિવિધ સેક્ટોરલ ઇન્ડાઇસીસ ઘટતાં બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાઈ ગયો હતો.

મુંબઈઃ એશિયાઈ બજારોની નબળાઈ અને અમેરિકન ફ્યુચર્સના ઘટાડાને સંકેત તરીકે લઈને ભારતીય શેરબજાર ઉછાળે ખૂલ્યું હોવા છતાં પણ ઘટીને બંધ આવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 183 પોઇન્ટ ઘટીને 77,472.94 પોઇન્ટ પર બંધ આવ્યો હતો અને નિફટી 50 126.80 પોઇન્ટ ઘટીને 24,207.75 પર બંધ આવ્યો હતો.
સેક્ટોરલ ડાઇવર્જન્સના લીધે વિવિધ સેક્ટોરલ ઇન્ડાઇસીસ ઘટતાં બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાઈ ગયો હતો. અમેરિકાના ઇરાન પર ઝળુંબતા પ્રતિબંધો વચ્ચે ફુગાવાની હળવી થયેલી ચિંતા, સ્થાનિક બોન્ડ ઊપજમાં ઘટાડાના પગલે બેન્કિંગ સ્ટોક્સ અને મેટલ્સ ઇન્ડેક્સ ઉચકાયા હતા. અમેરિકામાં વિઝા એપોઇન્ટમેન્ટમાં પ્રતિબંધ મૂકતા આઇટી શેરોમાં નબળાઈ જોવા મળતી હતી. આઇટીની નબળાઈના લીધે બેન્કિંગ અને ઓટોના શેરોમાં આવેલો વધારો શોષાઈ ગયો હતો.
એનએસઈનો નિફ્ટી આઇટી 1.47 ટકા ઘટ્યો હતો. નિફ્ટી એફએમસીજી 0.95 ટકા ઘટ્યો હતો. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.93 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી રિયલ્ટી 0.83 ટકા ઘટ્યો હતો, નિફ્ટી ઓટો 0.74 ટકા ઘટ્યો હતો. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.58 ટકા ઘટ્યો હતો. નિફ્ટી હેલ્થકેર 0.07 ટકા ઘટ્યો હતો.
બીજી બાજુએ નિફ્ટી મેટલ 1.27 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી પ્રાઇવેટ બેન્ક એક ટકાથી પણ વધુ વધ્યો હતો. નિફટી પીએસયુ બેન્ક 0.77 ટકા વધ્યો હતો. નિફટી ફાર્મા 0.23 ટકા વધ્યો હતો, જ્યારે નિફટી મીડિયા 0.06 ટકા વધ્યો હતો.નિફટી50 શેરમાં જોઈએ તો કોટક બેન્ક, એક્સિસ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચડીએફસી લાઇફ ટોપ ગેઇનર હતા. ભારતીય એરટેલ, પાવર ગ્રિડ અને ઇન્ફોસિસ સૌથી વધુ ઘટનારા શેર હતા.
ક્રૂડના ઘટેલા ભાવના કારણે બજારને સપોર્ટ મળ્યો હતો એટલે બજાર વધ્યું હતું. જ્યારે ચાવીરૂપ સેક્ટરની નબળાઈના લીધે સેન્ટિમેન્ટ ખરડાયું હતું. પશ્ચિમ એશિયામાં તણાવ હળવો થવાની સંભાવનાએ બ્રેન્ટ ક્રૂડના ભાવ ત્રણ ટકાથી વધુ ઘટ્યા હતા. તેના લીધે એશિયાઈ બજારોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેથી બજારમાં નોંધપાત્ર ઘટાડો થયો ન હતો.
એશિયાઈ બજારોમાં જોઈએ તો અગ્રણી ઇન્ડાઇસીસમાં જાપાનનો નિક્કી 225 પોઇન્ટ વધીને 66,304 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 0.50 ટકા વધીને 25,640 પર બંધ આવ્યો હતો. તાઇવાનનો ટોપિક્સ 1.45 ટકા વધીને 45,832 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. જ્યારે સાઉથ કોરીયાનો કોસ્પી 0.96 ટકા વધી 6,808 પર બંધ આવ્યો હતો. સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઘટીને 0.25 ટકા પર બંધ આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
